To Public Service.



આજે રક્ષાબંધનનો તહેવાર ખૂબ ધામ ધૂમથી ઉજવ્યો,
પણ આજે આમ કંઇક અલગથી જ સવારે એક દશ્ય એવું જોયું ને કે સાલું દીલથી આ લોકોને સલામ કરવાનું મન થઇ ગયું...!!!

હવે વાત એમ છે ને કે

આજે સવારે જ્યારે હું મારી બહેનને લઇને મારા કાકાનાં છોકરાને ઘરે શીવરંનજની ચાર રસ્તા(અમદાવાદ) પાસે જતો હતો,ત્યારે રસ્તામાં હેલમેટ સર્કલ પાસે પંચર પડ્યું...

એટલે મેં ત્યાં BRTS નાં સ્ટેન્ડ પાસે બાઇક પાર્ક કરી દીધું અને BRTS માં ગયો...પણ બસમાં બેઠા પછી મેં જોયું કે ડ્રાઇવરનાં હાથે તો રાખડી જ નતી,મનેં એમકે એમને કોઇ બહેન નથી,પણ પછી મેં એમને પૂછ્યું તો મને ડ્રાઇવર કે

"મિત્ર,અમારેય રક્ષાબંધન તો ઉજવી છે,પણ જો અમે આજે રજા રાખીશું તો કેટલીય બહેનો પોતાનાં ભાઇનાં ઘરે સરળતાથી જઇ નહીં શકે અમે તો શું રાત્રે પણ ઉજવી લઇશું પણ અમારા લીધે કેટલીય બહેનો પોતાનાં ભાઇથી દૂર રહી જાય એ અમને નઇ પોશાય...!!!"

હવે વિચાર કરો કે આ ડ્રાઇવર ભાઇ સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી બસ ચલાવી ને છેલ્લે એની બહેનનાં હાથે રાખડી બંધાવશે...!!!

જરા વિચાર તો કરો કે એ બહેન ને કેટલી રાહ જોવી પડતી હશે પોતાનાં ભાઇ માટે...!!!

એટલે આપણ ને તો બોસ આ વાત જાણીને એટલું ગર્વ થાય છે ને કે ધન્ય છે આ BRTS,AMTS અને પોલીસ જવાનો ને જે ખડે પગે હંમેશા આપણી સેવામાં હોય છે...!!!

મિત્રો પોસ્ટ ગમે તો Share કરવાનું ભૂલશો નહીં...
એમાં શું છે ને કે Share એટલાં માટે ને કે તમારા મિત્રો પણ આ પોસ્ટ ને જાણી ને ગર્વ લઇ શકે...!!!
તો ઠોકો Share અને Like...!!!

ઓરીજીનલ પોસ્ટ (સૌજન્ય) : "કોલેજના કાલરીયા"

No comments:

Average wake-up time:

  Average wake-up time: South Africa - 6:24 AM Colombia - 6:31 AM Costa Rica - 6:38 AM Indonesia - 6:55 AM Japan - 7:09 AM Mexico - 7...